જોલવામાં કરોડોના ખર્ચે બનેલો નવો રસ્તો ગ્રામજનો માટે બન્યો માથાનો દુખાવો, ૫ દિવસથી રસ્તો બંધ!

જોલવા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે નવો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે રસ્તો બન્યા બાદ લોકોને અવર-જવરમાં રાહત મળવી જોઈએ, પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે. રોડ બની ગયાને સમય વીતી ગયો હોવા છતાં, છેલ્લા ૫ દિવસથી આ રસ્તો અગમ્ય કારણોસર બંધ રાખવામાં આવ્યો છે.
આ રસ્તો બંધ હોવાને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા બાળકો, નોકરિયાત વર્ગ અને ઈમરજન્સી સેવાઓ માટે આ રસ્તો અત્યંત મહત્વનો છે, જે અત્યારે અવરોધાયેલો છે.
સ્થાનિકો દ્વારા તલાટી કચેરી અને જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. શું આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ લોકોને સુવિધા માટે રાહ જોવી પડશે? જો રસ્તો બની ગયો હોય તો તેને વાહન વ્યવહાર માટે તાત્કાલિક ખુલ્લો કેમ નથી કરવામાં આવતો?
તંત્રની આ મૌન ધારણ કરવાની નીતિ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું જવાબદાર અધિકારીઓ આ બાબતે કોઈ જવાબ આપશે?
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






