MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર કન્ટેનરની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત




MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર કન્ટેનરની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત

મોરબી: મોરબી-રાજકોટ હાઈવે પર નવી બની રહેલી મેડિકલ કોલેજ પાસે ગઇકાલે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક કન્ટેનરના ચાલકે રસ્તે ચાલતા જઈ રહેલા આશરે ૩૦ વર્ષના અજાણ્યા પુરુષને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મોરબીના શક્ત શનાળામાં રહેતા દિગ્વિજયસિંહ (દિગુભા) છત્રસિંહ જાડેજાએ આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નવી બનતી મેડિકલ કોલેજ સામે, મોરબી-રાજકોટ હાઈવે.અકસ્માત સર્જનાર વાહન: કન્ટેનર ટ્રેલર (નંબર: GJ-39-T-1603) દિન મહમદ હુશેનભાઈ રઝા (ઉ.વ. ૩૭, રહે. ઉત્તર પ્રદેશ)એક અજાણ્યો યુવાન હાઈવે પર રસ્તાની સાઈડમાં ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે કન્ટેનરના ચાલકે પોતાના કબજા હેઠળનું વાહન બેદરકારી પૂર્વક અને પૂરઝડપે ચલાવી યુવાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાનને કમરથી નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
પોલીસ કાર્યવાહી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજયસિંહની ફરિયાદના આધારે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


