MORBI:મોરબી ભરણપોષણના કેસનો ખાર રાખી મહીલા પર હુમલો: બે સામે ફરિયાદ

MORBI:મોરબી ભરણપોષણના કેસનો ખાર રાખી મહીલા પર હુમલો: બે સામે ફરિયાદ
મોરબી: શહેરના સામાકાંઠે વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિ અને અન્ય એક શખ્સ દ્વારા માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભરણપોષણની ફરિયાદ પાછી ખેંચવા અથવા તેનો બદલો લેવાના ઈરાદે આ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે આવેલા માહી એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ. 37) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પુષ્પાબેન છેલ્લા ત્રણ વર્ષથી પતિથી અલગ પોતાના માવતરે રિસામણે રહે છે. તેમણે તેમના પતિ વિરુદ્ધ મોરબી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે કાયદેસરનો કેસ કરેલો છે.હુમલાનું કારણ ફરિયાદ મુજબ, આ કોર્ટ કેસનો ખાર રાખીને પતિ રાકેશ અવારનવાર પુષ્પાબેનને હેરાન કરતો હતો. આ દરમિયાન:
આરોપી રાકેશ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઇ સાગઠીયા એ મહિલાના ઘરે જઈ ગાળાગાળી કરી હતી.બંને શખ્સોએ પુષ્પાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જતા-જતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.પુષ્પાબેનની ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે અને આરોપીઓની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે.









