GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

 

 

MORBI:મોરબી સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

 

​મોરબી: શહેરના વિશીપરા વિસ્તારમાં અગાઉ થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી એક યુવકને સમાધાન કરવાના બહાને બોલાવી, લોખંડના પાઈપ વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



​મળતી માહિતી મુજબ, મોરબીના વિશીપરા ધોળેશ્વર રોડ પર આવેલ કુલીનગર-૦૧ માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઇ સુમરા (ઉ.વ. ૩૫) ને આરોપીઓએ સમાધાન કરવા માટે ગુલાબનગર બોલાવ્યા હતા.​ઇમરાનભાઈને અગાઉ આરોપી સલમાબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું નિરાકરણ લાવવાના બહાને આરોપી આસીફ અને અરબાઝે તેમને બોલાવ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ઇમરાનભાઈ પર હુમલો કર્યો હતો.

​ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ ઇમરાનભાઈને પીઠના ભાગે લોખંડનો પાઈપ ફટકારી નીચે પાડી દીધા હતા.
​ત્યારબાદ બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
​હુમલા દરમિયાન આરોપીઓએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ઇમરાનભાઈની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નીચે મુજબના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે:આસીફભાઇ હુશેનભાઇ સુમરા,​અરબાઝભાઇ હુશેનભાઇ સુમરા
​સલમાબેન હુશેનભાઇ સુમરા,​પોલીસે આ મામલે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!