GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબી-રાજકોટ રૂટ પર મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ બસ સેવા શરૂ કરવા માંગ

 

 

MORBI:​મોરબી-રાજકોટ રૂટ પર મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ બસ સેવા શરૂ કરવા માંગ

 

​મોરબી: મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા મુખ્યમંત્રી, સાંસદ અને જિલ્લા કલેક્ટરને એક મહત્વનું આવેદનપત્ર પાઠવીને લોકહિતની માંગ કરવામાં આવી છે. જેમાં રાજકોટથી મોરબી વચ્ચેના વ્યસ્ત ટ્રાફિક અને મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખીને ખાસ’સ્પેશિયલ બસ સર્વિસ’ શરૂ કરવા રજૂઆત કરાઈ છે.


​સ્પેશિયલ કેટેગરી માટે સુવિધા: આ રૂટ પર ખાસ કરીને મહિલાઓ, ગૃહિણીઓ, નાના બાળકો, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો માટે અનામત (Reserved) અથવા સ્પેશિયલ બસ દોડાવવાની માંગ કરવામાં આવી છે.​નારી સશક્તિકરણને વેગ: આવેદનપત્રમાં જણાવાયું છે કે ‘નારી તું નારાયણી’ અને ‘નારી સશક્તિકરણ’ અભિયાન અંતર્ગત જો મહિલાઓ માટે અલગ વ્યવસ્થા થાય, તો તેમને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે.​ઔદ્યોગિક મહત્વ: મોરબી એ સૌરાષ્ટ્રનું ‘પેરિસ’ અને ‘દુબઈ’ ગણાય છે. રાજકોટ અને મોરબી વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે, ત્યારે GSRTC દ્વારા પર્યાપ્ત અને સુવિધા સજ્જ બસોની સંખ્યા વધારવી અનિવાર્ય છે.

​અજયભાઈ ઝાલરીયાએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી, રાજકોટ લોકસભાના સાંસદશ્રી અને મોરબી જિલ્લા કલેક્ટરને સંબોધીને પત્ર લખ્યો છે. આ સેવાથી સામાન્ય જનતાને પ્રાથમિક પ્રોત્સાહન મળશે અને મુસાફરીમાં પડતી હાલાકીઓ દૂર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.​”લોકહિત અને મુસાફરોની સુખ-સમૃદ્ધિ માટે રાજકોટ-મોરબી વચ્ચે સ્પેશિયલ પરિવહન સેવા શરૂ કરવી એ સમયની માંગ.

Back to top button
error: Content is protected !!