
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ભારત સરકારના રમતગમત અને યુવા કાર્ય મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (MYBharat) વિભાગ તથા કૃષિ વિદ્યાલય વઘઈના સંયુક્ત યોજાયો કાર્યક્રમ :*
ભારત સરકારના રમતગમત અને યુવા કાર્ય મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (MYBharat) વિભાગ તથા કૃષિ વિદ્યાલય વઘઈના સંયુક્ત આયોજન હેઠળ “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ ખાતે કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્શ્ય વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬ના માધ્યમ થી યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવી અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન MYBharat ડાંગ્સના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ દ્વારા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા જિલ્લા સ્તરે યોજવામાં આવે છે, જેમાંથી પસંદ થયેલા ૫ શ્રેષ્ઠ પ્રતિભાગીઓને રાજ્ય સ્તરે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે.
આ પ્રસંગે MY Bharat વિભાગ ના એકાઉન્ટ ઓફિસર શ્રી ચંદ્રકાંત બક્ષી દ્વારા MYBharat વિભાગ અને MYBharat પોર્ટલ પર ચાલી રહેલી વિવિધ યુવા પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, ભારતના લોકશાહી ઈતિહાસમાં મહત્વપૂર્ણ બનેલી “આપાતકાલ (Emergency) ના 50 વર્ષ – ભારતની લોકશાહીના પાઠ” વિષય પર આધારિત Viksit Bharat Youth Parliament Declaration (VBYP Declaration) અંગે પણ માહિતી આપવામાં આવી અને યુવાનોને લોકશાહી મૂલ્યો, બંધારણીય અધિકારો અને જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગવર્નમેન્ટ કોલેજ આહવાના NSS ઓફિસર શ્રી ઉમેશ હડશ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આવા લોકશાહી આધારિત કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ માટેના જજમેન્ટ પેનલમાં જિલ્લા રમતગમત અધિકારી અલ્કેશ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે પ્રતિભાગીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું.
સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓમાં નિકિતા, મીમાંસા, ગગન તથા અન્ય બે પ્રતિભાગીઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ વિજેતાઓ હવે રાજ્ય સ્તરની વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ સ્પર્ધામાં જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ એમ. ગાવિત ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. અજય પટેલ (પ્રિન્સિપાલ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ, શ્રી નિતિન ગામિત (જોઇન્ટ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ ઓર્ગેનિક ડેવલપમેન્ટ બોર્ડ), ડૉ. મહાવીર ચૌધરી (પ્રિન્સિપાલ, એગ્રીકલ્ચર ડિપ્લોમા કોલેજ) તેમજ ડૉ. પુષ્પેન્દ્ર સિંહ (SRC ચેરમેન) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, કોલેજ ઓફ એગ્રીકલ્ચર વાઘાઈના સંચાલન તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. MYBharat દ્વારા આવા કાર્યક્રમો દ્વારા યુવાનોને સશક્ત બનાવી લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે






