BANASKANTHAPALANPUR

મોંઘવારી ગેસ સિલેન્ડર જેવા મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરી આવેદન સુપ્રત કરી. ગેસ સિલિન્ડર માથે મૂકી દેખાવ કર્યો

10 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

મોંઘવારી ગેસ સિલેન્ડર જેવા મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરી આવેદન સુપ્રત કરી. ગેસ સિલિન્ડર માથે મૂકી દેખાવ કર્યો.
મોંઘવારી ઘરેલુ સિલેન્ડર જીવન જરૂરિયાત ચીજો ના ભાવમાં વધારો લઈને બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન જેમાં મહિલાઓએ માથે ગેસ સિલેન્ડર ઉચકી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સરકારશ્રીને મોંઘવારી મુદ્દે એક આવેદન તૈયાર કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ને પહોંચાડવા આ આવેદ સુપ્રત કર્યું હતું બનાસકાંઠા મહિલા કોંગ્રેસના પ્રમુખ આશાબેન રાવલ સહિત અન્ય મહિલાઓએ ઘરેલુ ગેસ ના સિલેન્ડર ના ભાવમાં વધારો થતા તેમજ અન્ય ચીજ જીવન જરૂરિયાતો ના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે આ મહિલાઓનું કહેવાનો મુજબ ગેસ સિલિન્ડરના ભાવ સરકારે તરફ વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરે છે બીજી તરફ આ મોંઘવારીમાં ગૃહોણી જરૂરિયાત બજેટઆર્થિક ભાર વધારી રહી છે આ મહિલા આગેવાનો એક આવેદનમાં વિવિધ મુદ્દાઓ જેમાં સિલેન્ડરના ૬૦ રૂપિયા વધારો કરાયો છે તે પાછો ખેંચવા તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ભાવ ઉપર ગરીબ અને મધ્યમ વર્ગને પરિવારોને મોંઘવારી સહિત યોગ અન્ય જરૂરિયાત વસ્તુઓ સબસીડીયો મળે તેને લઈને આવેદન સુપ્રત કર્યું હતું સરકાર વિરુદ્ધ સૂત્ર પણ પોકાર્યા હતા. તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ

Back to top button
error: Content is protected !!