GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ ગામે ધુળેટી રમવાની ના પાડતા ઉપર લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

 

તારીખ ૧૦/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે બાકરોલ ના બેંક વાળા ફળિયામાં રહેતા દિલીપભાઈ નાનાભાઈ રાવળ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ગત ચાર માર્ચના રોજ સાંજના સુમારે શાકભાજી લઈ તેઓ ઘરે આવતા હતા ત્યારે તેઓના ઘરની પાછળ રહેતા સંજયભાઈ મેલાભાઈ રાવળ તેઓની પાસે આવ્યા અને કહેલ કે મારી સાથે ધુળેટી રમવા આવ જેથી દિલીપભાઈએ કહેલ કે મારે ધુળેટી રમવા આવવું નથી ધુળેટી રમવું મને પસંદ નથી તેમ કહેતા સંજયભાઈએ દિલીપ ને પકડી પાડી મોઢા પર રંગ લગાવી જમીન ઉપર પાડી દઈ અને ઉશ્કેરાઈ જઈને હાથમાંની લાકડી દિલીપભાઈને હાથે પગે અને બરડાના ભાગે મારી દીધેલ આ દરમિયાન દિલીપભાઈની પત્ની આવી જતા તેઓને છોડાવેલ જે બાદ 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દવા સારવાર કરાવી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!