MORBI:રાજકોટ રેન્જ IGની મોરબી મુલાકાત: પોલીસ ર્અધિકારીઓ સાથે મહત્વની બેઠક

MORBI:રાજકોટ રેન્જ IGની મોરબી મુલાકાત: પોલીસ ર્અધિકારીઓ સાથે મહત્વની બેઠક
મોરબી: રાજકોટ રેન્જ આઈજી (IG) તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તુરંત જ એક્શન મોડમાં આવેલા નિર્લિપ્ત રાય આજે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. પોતાની કડક કાર્યશૈલી અને બાહોશ છાપ ધરાવતા આ અધિકારીના આગમન સાથે જ જિલ્લાના ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક મોરબી પહોંચતા જ નિર્લિપ્ત રાયે જિલ્લા પોલીસ અધિક્ષક (SP), તમામ ડીવાયએસપી (DySP) અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ બેઠક યોજી હતી.
જિલ્લાની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી.સ્થાનિક ગુનાખોરી અને માથાભારે તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા સૂચના આપી.નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે કડક આદેશો જારી કર્યા.2010ની બેચના IPS અધિકારી નિર્લિપ્ત રાય ગુજરાત પોલીસના સૌથી ચર્ચિત અને પ્રામાણિક અધિકારીઓ પૈકીના એક ગણાય છે. તેમની કારકિર્દીના કેટલાક મહત્વના પાસાઓ નીચે મુજબ છે અમરેલી SP બિટકોઈન :બિટકોઈન કાંડ બાદ કમાન સંભાળી. 3 વર્ષ અને 10 મહિનાના લાંબા સમયગાળા દરમિયાન ખંડણીખોરો અને માથાભારે તત્વોનો સફાયો કર્યો.
SMC: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલમાં રહીને રાજ્યભરમાં દારૂ-જુગારના અડ્ડાઓ પર ત્રાટક્યા. ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે પણ લાલ આંખ કરી.વર્તમાન હવે રાજકોટ રેન્જ આઈજી તરીકેની જવાબદારી સંભાળી છે.”ગુનેગારોમાં કાયદાનો ડર અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ઉભો કરવો એ નિર્લિપ્ત રાયની કાર્યશૈલીની મુખ્ય વિશેષતા રહી છે.”રાજકોટ રેન્જમાં હવે ‘સફાયો’ નક્કી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં નિમણૂકથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં અત્યારથી જ ફફડાટ વ્યાપી ગયો છે. મોરબીની આ મુલાકાત સૂચવે છે કે આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટો અંકુશ આવશે અને પોલીસ તંત્ર વધુ સક્રિય બનશે.













