GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: મોરબી મહિલા કોંગ્રેસ દ્વારા શાક માર્કેટ પાસે વિરોધ પ્રદર્શન

 

 

MORBI:ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: મોરબી મહિલા કોંગ્રેસ દ્વારા શાક માર્કેટ પાસે  વિરોધ પ્રદર્શન

 

વધતી જતી મોંઘવારી અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોનું ખોરવાયેલું ઘરનું બજેટ અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. આ મુદ્દે જનતાનો અવાજ બુલંદ કરવા માટે આજે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના નગર દરવાજા પાસે આવેલી શાક માર્કેટ ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.


​આ કાર્યક્રમમાં મોરબી શહેર કોંગ્રેસ અને મહિલા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.​મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિએ આ અંગે જણાવ્યું હતું કે, રસોડાની ચીજવસ્તુઓથી લઈને રોજિંદી જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે સામાન્ય જનતા માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ઘર ચલાવતી માતાઓ અને બહેનોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સરકારના આ અન્યાયી વલણ અને મોંઘવારી સામે લોકોનો આક્રોશ વ્યક્ત કરવા માટે જ આજે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રદર્શન દ્વારા મહિલા કોંગ્રેસે માંગ કરી છે કે જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવે જેથી ગૃહિણીઓને રાહત મળી શકે.

Back to top button
error: Content is protected !!