GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં ડોગ સેન્સસની શરૂઆત રેબીસ મુક્ત શહેર માટે મહત્વપૂર્ણ પગલુ

તા.12/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે ડોગ સેન્સસની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી અમદાવાદ સ્થિત આ કામગીરી માટે અનુભવી એક્સપર્ટ ગોલ ફાઉન્ડેશન (GOAL Foundation) ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ ડોગ સેન્સસનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં રહેલા સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા, તેમના વિસ્તાર પ્રમાણે કામગીરી રચના તેમજ રેબીસ નિયંત્રણ માટે જરૂરી માહિતી એકત્રિત કરવાનો છે આ માહિતીના આધારે આગળના તબક્કામાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC) કાર્યક્રમ રેબીસ વિરોધી રસીકરણ અને માનવ-કૂતરા સંઘર્ષ ઘટાડવા માટે અસરકારક આયોજન કરવામાં આવશે આ સમગ્ર કામગીરી ભારત સરકારના એનિમલ બર્થ કન્ટ્રોલ 2023 ના નિયમો અને NAPRE 2030 (National Action Plan for Rabies Elimination) મિશનને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહી છે જેના અંતર્ગત વર્ષ 2030 સુધીમાં રેબીસનો સમૂળે નાશ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે સુરેન્દ્રનગર શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાના દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે સેન્સસ દરમિયાન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ડોગ્સની ગણતરી, તેમની સ્થિતિ અને સ્થળની માહિતી ડિજિટલ એપ અને જીઓ-મેપિંગ દ્વારા નોંધવામાં આવશે આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અસરકારક આયોજન શક્ય બને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગોલ ફાઉન્ડેશન દ્વારા શહેરના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે નાગરિકોના સહકારથી જ શહેરમાં રેબીસ નિયંત્રણ અને સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ સફળતાપૂર્વક અમલમાં આવી શકશે સુરેન્દ્રનગરને સુરક્ષિત, સ્વસ્થ અને રેબીસ મુક્ત બનાવવાના પ્રયાસમાં સૌનો સહકાર અનિવાર્ય છે.

Back to top button
error: Content is protected !!