MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લીલાપર રોડ પર અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર JCB ફેરવી દેવાયું

 

 

MORBI:મોરબીના લીલાપર રોડ પર અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર JCB ફેરવી દેવાયું

 

​મોરબી: શહેરના લીલાપર રોડ પર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. દારૂ અને વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે લાલ આંખ કરીને તંત્રએ ત્રણ મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે.


​ગેરકાયદેસર દબાણ: અંદાજે ૬૪૨ ચોરસ મીટર જમીન પર કરાયેલું દબાણ દૂર કરાયું. તોડી પડાયેલ મિલકતોની અંદાજિત કિંમત રૂપિયા ૬૫ લાખ જેટલી થાય છે. કુખ્યાત શખ્સ બી.કે. બોરીચા અને અન્ય એક આરોપીના રહેણાંક મકાન તેમજ વ્યવસાયિક સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી આ ઓપરેશનમાં ૩ જેટલા JCB મશીનો સાથે સિટી એ ડિવિઝન પોલીસ, સિટી સર્વે વિભાગ, મામલતદાર કચેરી અને GEB (વીજ કંપની) ની ટીમો જોડાઈ હતી.


​ગુન્હા ખોરી ડામવા ​આરોપીઓ દારૂની હેરાફેરી અને વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આ મિલકતો સરકારી જમીન પર પચાવી પાડીને બનાવવામાં આવી હોવાનું સામે આવતા, કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.​ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલેલી આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!