સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ

આગામી રામનવમી, ચેટીચાંદ અને રમઝાન જેવા ધાર્મિક તહેવારો પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ દ્વારા સોમનાથ અને પ્રભાસ પાટણ શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવાના હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પ્રભાસ પાટણ પી.આઈ એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમે સોમનાથ તેમજ પ્રભાસ પાટણ શહેરના મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને જાહેર સ્થળોએ ફરી વળી હતી. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધુ રહેતા સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ માં મહિલા પી એસ આઈ સહિત ના અધિકારી ઓ, સર્વેલન્સ સ્ટાફ, જી આર ડી ના જવાનો, પોલીસ કર્મચારી ઓ અને મહિલા પોલીસ સ્ટાફ જોડાયા હતા. પોલીસ ટીમે શહેરના વિવિધ સંવેદન શીલ વિસ્તારો માં ચેકિંગ હાથ ધરી લોકોમાં સુરક્ષા નો વિશ્વાસ મજબૂત કર્યો હતો. પોલીસ અધિકારી ઓ એ વેપારી ઓ અને નાગરિકો ને તહેવારો દરમિયા ન શાંતિ સુલેહ જાળવવા અપીલ કરી હતી. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસ ને જાણ કરવા પણ સૂચના આપવા માં આવી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ સઘન ફૂટ પેટ્રોલિંગ ની કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ તંત્ર તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ




