
ઉમરેઠના ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના શોકસંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
તાહિર મેમણ – આણંદ -12/03/2026 – આણંદ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદ ખાતે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને તેમની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સ્વર્ગસ્થના શોકસંતૃપ્ત પરિજનોને મળી મુખ્યમંત્રીશ્રીએ સાંત્વના પાઠવી હતી.
સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ૧૯૭૫ થી જાહેરજીવનમાં સક્રીય હતા અને તેમણે રાજકીય કારકિર્દી ચિખોદરા ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં ૧૯૯૫ માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે જોડાયા હતા. સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક સમાજ જીવનમાં તેમની પક્કડ હતી. તેમના અવસાનથી આ ક્ષેત્રમાં ખોટ પડી છે.
આ પ્રાર્થના સભામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ,અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી જયંતભાઈ બોસ્કી, શ્રી નિરંજન ભાઈ પટેલ, શ્રી જસુભા, કાંતિભાઈ સોઢા પરમાર, દિલીપભાઈ પટેલ, શ્રી કેસરી સિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, ભૂતપૂર્વ મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, ચારુતર વિદ્યામંડળના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, ચિખોદરા ગામના સરપંચ શ્રી નીલમબેન અશોકભાઈ પરમાર, સ્વર્ગસ્થ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર ના મોટા સુપુત્ર અશોકભાઈ ગોવિંદભાઈ પરમાર અને નાના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, ગોવિંદભાઈ પરમાર ના પત્ની શ્રી મણીબેન ગોવિંદભાઈ પરમાર, દીકરીઓમાં ચંપાબેન ગોવિંદભાઈ પરમાર, નીતાબેન અલ્પેશકુમાર ચાવડા અને મીનાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ, ગોવિંદભાઈ પરમાર ના ભાઈ મેલાભાઈ પરમાર સહિત અગ્રણીઓ સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.



