INTERNATIONAL

ઈરાને ઈરાક નજીક અમેરિકાની માલિકીના ઓઈલ ટેન્કર પર કર્યો હુમલો, 1 ભારતીયનું મોત

મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાક નજીક તેલ ટેન્કરો પર હુમલાનાની ઘટના સામે આવી છે. “સફેસી વિષ્ણુ” નામના ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું. ભારતીય દૂતાવાસે બાકીના 15 ભારતીય ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેલ અને દરિયાઈ પરિવહન પર હુમલાઓ તીવ્ર બન્યા છે. ઇરાક નજીક ‘Safesea Vishnu’ નામના તેલ ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું હતું. બગદાદ સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર આ હુમલો 11 માર્ચે ઇરાકના બસરા નજીક થયો હતો. આ જહાજ અમેરિકન માલિકીનું હતું અને માર્શલ ટાપુઓના ઝંડા હેઠળ સફર કરી રહ્યું હતું.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે તેમાં સવાર 15 ભારતીય ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દૂતાવાસે ઇરાકી અધિકારીઓ અને બચાવેલા ભારતીય ક્રૂ મેમ્બરો સાથે સતત સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. દૂતાવાસે હુમલામાં માર્યા ગયેલા ભારતીય ક્રૂ મેમ્બરોના પરિવારો પ્રત્યે પણ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

સેફ સી કંપનીના સૂત્રોએ આ ઘટના પર ભારે શોક વ્યક્ત કર્યો છે અને ભારત સરકારને આ હુમલાની સખત નિંદા કરવા વિનંતી કરી છે. ચિંતાજનક બાબત એ છે કે વૈશ્વિક સ્તરે સીફેરર્સમાં 15 ટકાથી વધુ ભારતીયો છે. આથી ઈરાન ગમે તે દેશના જહાજને નિશાન બનાવે, તેમાં નિર્દોષ ભારતીય નાગરિકો જોખમમાં મૂકાય છે.

Back to top button
error: Content is protected !!