GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગાળાની સીમમાં બંધ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.2.05 લાખની મત્તાની ચોરી

 

MORBI:મોરબી ગાળાની સીમમાં બંધ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.2.05 લાખની મત્તાની ચોરી

 

​મોરબી: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક કિસ્સો ગાળા ગામની સીમમાંથી સામે આવ્યો છે. અહીં આવેલ એક બંધ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાના ઇલેક્ટ્રિક સામાન અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

​મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલની પાછળ આવેલું તેમનું ‘બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ’ નામનું કારખાનું હાલ બંધ હાલતમાં છે. આ તકનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે કારખાનામાં પ્રવેશ કર્યો હતો.કોપર પ્લેટ (8 નંગ): કિંમત આશરે ₹1,00,000/-
​કોપર વીજ કેબલ (40 ફૂટ): કિંમત આશરે ₹40,000/-
​ઇન્ટરલોક કોપર કેબલ (40 ફૂટ): કિંમત આશરે ₹30,000/-
​સોની ટીવી: કિંમત આશરે ₹20,000/-CCTV NVR: કિંમત આશરે ₹10,000/-CCTV કેમેરા (2 નંગ): કિંમત આશરે ₹5,000/-કુલ ચોરી: અંદાજે ₹2,05,000/-કારખાના માલિકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંધ કારખાનામાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

Back to top button
error: Content is protected !!