BANASKANTHAGUJARATKANKREJ

શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો..

શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો..

શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમા અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી ના વરદ હસ્તે ડૉ.એ.એસ. અંસારી,ડૉ.અશોકભાઈ ગોસ્વામી,ડૉ.મિલનભાઈ દરજી ની ઉપસ્થિતિમાં સરકાર દ્વારા અમલમાં મૂકેલ HPV VACCINE Campaign નો આજરોજ તા.૧૩/૦૩/૨૦૨૬ ને શુક્રવારના રોજ રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટોટાણા ના મેડિકલ ઓફિસર દ્વારા સર્વાઇકલ કેન્સર વિરોધી રસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ઉપસ્થિત લાભાર્થી તેમજ વાલીઓને સંપૂર્ણ સમજ આપી એમની સીધી દેખરેખ હેઠળ વેક્સિનેશન કરવામાં આવ્યું.તમામ લાભાર્થીઓને સર્ટિફિકેટ તેમજ નાસ્તો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ કેમ્પેઈનમાં પ્રા.આ.કે.ટોટાણાના તાબા હેઠળના થરા અર્બનના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી કાર્યક્રમસફળતા પૂર્વક અને ઉત્સાહથી કરવામાં આવેલ. ૬૦ થી વધુ કિશોરીઓ ને HPV વેકસિન આપવામાં આવેલ.કોઈ પણ કિશોરીને કોઈ પણ જાતની આડઅસર જોવા મળેલ ન હતી.ત્યારે નર્સિંગ ઈન્ચાર્જ હંસાબેન પરમાર, આરાધના ચૌહાણ,પાયલબેન એચ.ચૌધરી ચાંગા,પ્રિયા ઠાકોર,સહીત નર્સિંગ સ્ટાફ, હસમુખભાઈ જોષી, મનુભાઈ જોષી, મનીષભાઈ,ઉંમરભાઈ પીલુડિયા,સમરથખાન ખોખર તથા તમામ વર્ગ ૪નો હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!