દાહોદ રેલ્વે પોલીસનો માનવીય અભિગમ:પ્રોજેક્ટ મિલાપ હેઠળ બે માસૂમ બાળકીઓનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાડ્યું

તા.૧૩.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે પોલીસનો માનવીય અભિગમ:પ્રોજેક્ટ મિલાપ હેઠળ બે માસૂમ બાળકીઓનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાડ્યું
દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે મિશન સેફ સ્ટેશન અને પ્રોજેક્ટ મિલાપને સાર્થક કરતા દાહોદ રેલ્વે પોલીસે ઘરથી વિખૂટી પડેલી બે માસૂમ બાળકીઓને ગણતરીના કલાકોમાં જ તેમના પિતા સાથે મિલાવીને પ્રશંસનીય કામગીરી કરી છે વડોદરા વિભાગના પોલીસ અધિક્ષક અભય સોની સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.બારીયાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ રેલ્વે સ્ટેશનો પર ગુનાખોરી ડામવા તેમજ બિનવારસી બાળકોની શોધખોળ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ૧૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી.રાઠોડની સૂચનાથી સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે સવારે આશરે ૧૦:૦૦ વાગ્યાના સુમારે મુસાફરખાનામાં ફરજ બજાવતા પોલીસ જવાનો:હેડ કોન્સ્ટેબલ દીપકકુમાર સાનતસિંહ,હેડ કોન્સ્ટેબલ રમણભાઇ મોહનભાઇ,લોકરક્ષક દિલીપભાઇ સોમાભાઇ,આ જવાનોની નજર બે નાની બાળકીઓ પર પડી જેઓ મુસાફરખાનામાં એકલી અને ગભરાયેલી હાલતમાં બેઠી હતી.પોલીસે તાત્કાલિક બાળકીઓને પોલીસ સ્ટેશન લાવી પ્રેમપૂર્વક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે:બન્ને બાળકીઓના નામ 10 વર્ષીય ગીતા અને 8 વર્ષીય ટીના છે બંને નામ સુરક્ષાના કારણોસર બદલેલ છે બંને બાળકીઓ દાહોદના લીમડાબરા ગામની રહેવાસી છે અને ઘરે કોઈને કહ્યા વગર ફરવા નીકળી આવી હતી. રેલ્વે પોલીસે સમયસૂચકતા વાપરી તુરંત જ તેમના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. પોતાની લાડકવાઈઓને હેમખેમ જોઈ પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ બંને બાળકીઓને તેમના પિતાને સુપ્રત કરી હતી.દાહોદ રેલ્વે પોલીસની આ ત્વરિત કામગીરીએ આજે બે પરિવારોના દીવા બુઝાતા બચાવ્યા છે. રેલ્વે પોલીસનું આ પ્રોજેક્ટ મિલાપ ખરા અર્થમાં ભટકેલાઓને રસ્તો બતાવી રહ્યું છે





