KUTCHMUNDRA

કાળઝાળ ગરમીમાં ૭ વર્ષની માસૂમ સેલવીની અનોખી ઈબાદત: પ્રથમ રોજો રાખી દેશમાં અમન-શાંતિ માટે દુઆ માંગી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કાળઝાળ ગરમીમાં ૭ વર્ષની માસૂમ સેલવીની અનોખી ઈબાદત: પ્રથમ રોજો રાખી દેશમાં અમન-શાંતિ માટે દુઆ માંગી

મુંદરા:

કહેવાય છે કે ભક્તિ કરવા માટે ઉંમર નહીં પણ મનનું મનોબળ મજબૂત હોવું જોઈએ. આ વાતને મુંદરાની ૭ વર્ષની માસૂમ બાળકી સેલવી સલીમભાઈ દાણીએ સાર્થક કરી બતાવી છે. અત્યંત નાની ઉંમરે સેલવીએ કાળઝાળ ગરમી વચ્ચે પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરી ખુદાની ઈબાદત કરી હતી.

હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સખત ગરમી પડી રહી છે. આવા સમયે ૧૨ થી ૧૫ કલાકના લાંબા સમયગાળા સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવું વડીલો માટે પણ કઠિન હોય છે, ત્યારે નાનકડી સેલવીએ મક્કમ નિર્ધાર સાથે આ કઠિન તપસ્યા કરી હતી. દિવસભર રોજો રાખીને તેણે અલ્લાહની બારગાહમાં માથું નમાવી ઇબાદત કરી હતી.

વિશેષમાં, આ માસૂમ બાળકીએ પોતાના રોજા દરમિયાન ખાસ દુઆ માંગી હતી કે સમગ્ર દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે. નાની ઉંમરે ધર્મ પ્રત્યેની આવી અતૂટ શ્રદ્ધા અને દેશપ્રેમ જોઈને પરિવારજનો તેમજ સમાજના લોકોએ સેલવીને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવી હતી. એમ સામજિક આગેવાન ઇમરાન અવાડિયા પોતાની યાદી માં જણાવ્યું હતું

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!