HALVAD:હળવદ રાવલફળીમાં પોલીસનો દરોડો, રહેણાંક મકાનમાંથી રૂ. ૨૩,૮૦૦નો વિદેશી દારૂ ઝડપાયો

HALVAD:હળવદ રાવલફળીમાં પોલીસનો દરોડો, રહેણાંક મકાનમાંથી રૂ. ૨૩,૮૦૦નો વિદેશી દારૂ ઝડપાયો
હળવદ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે લાલઆંખ કરતા પોલીસે રાવલફળી વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
હળવદ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે રાવલફળી વિસ્તારમાં રહેતો કિશનભાઇ ઉર્ફે કારિયો પ્રવિણભાઇ બાબરિયા પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:કુલ બોટલ નંગ: ૨૩૮કુલ કિંમત: ₹ ૨૩,૮૦૦
પોલીસે રેઇડ દરમિયાન આરોપી કિશનભાઇ ઉર્ફે કારિયો પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. હળવદ પોલીસે હાલ આ મામલે:દારૂનો તમામ જથ્થો જપ્ત કર્યો છે.
આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.









