GUJARATKUTCHNAKHATRANA

અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસના અવસરે આમારા ગામ (નખત્રાણા) ખાતે 400 શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓને પ્રોત્સાહન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૪ માર્ચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસના પવિત્ર અવસરે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના આમારા ગામમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારી આશરે 400 શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ અવસરે દરેક લાભાર્થી બહેનોને નીચે મુજબની ઉપયોગી સામગ્રી ભેટ તરીકે આપવામાં આવી.

• 10 લીટરની ઉચ્ચ ગુણવત્તાવાળી બરણી (Milk Can)

• દૂધ ગાળવાનીગરની (Strainer)

• વધુ અને સારી ગુણવત્તાના દૂધ ઉત્પાદન માટે મિનરલ મિક્ષ્ચર પાવડર

આ પહેલ દ્વારા અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, દૂધ ઉત્પાદનમાં વધારો કરવા અને તેમના પરિવારની આર્થિક સ્થિરતા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ મહિલાઓના યોગદાનને માન આપવા અને તેમને વધુ સારી સુવિધાઓ પૂરી પાડીને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો.અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસો “Growth with Goodness”ની ભાવના હેઠળ ગ્રામીણ સમુદાયના વિકાસ અને મહિલા સશક્તિકરણ તરફની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!