GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER

WAKANER:વાંકાનેર ભેરડા ગામની સીમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ૪ શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા

 

 

WAKANER:વાંકાનેર ભેરડા ગામની સીમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ૪ શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે. ભેરડા ગામની સીમમાં આવેલ એક પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં થયેલી લાખોની ચોરીના અનડિટેક્ટ ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરાયેલા મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​ભેરડા ગામની સીમમાં આવેલા ‘ગુરૂકૃપા મીનરલ્સ’ નામના ગળદા બેલા પથ્થરના પ્લાન્ટમાં આ ચોરીની ઘટના બની હતી. પ્લાન્ટના લેબર ક્વાર્ટરના તાળા તોડી અજાણ્યા તત્વોએ અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ત્યાંથી નીચે મુજબનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા:૬ એમ.એમ. પટ્ટી કેબલ વાયર (આશરે ૮૦૦ મીટર): કિંમત ₹૧,૮૬,૪૦૦/-​પાવર પ્લાયના સ્ટાર્ટર (૦૮ નંગ): કિંમત ₹૮,૦૦૦/-​કુલ મત્તા: ₹૧,૯૪,૪૦૦/-પોલીસ કાર્યવાહી અને ધરપકડ ​આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ વાંકાનેર તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે આ ચોરીમાં સામેલ ચાર શખ્સોને શોધી કાઢ્યા હતા અને તેમની પાસેથી ચોરાયેલો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે.
​ઝડપાયેલા આરોપીઓના નામ:૧. વાસુદેવભાઇ રમેશભાઇ દેગામાં (ઉં.વ. ૨૩): રહે. મકનસર, મોરબી.૨. મનજીભાઇ ઉર્ફે શક્તિભાઇ મંગાભાઇ થરેસા (ઉં.વ. ૩૦): રહે. મકનસર, મોરબી.૩. કનૈયાલાલ મગનાલાલજી રેગર: રહે. સરતાનપર રોડ, વાંકાનેર (મૂળ રાજસ્થાન).૪. ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (ઉં.વ. ૫૫): રહે. હુવા ચોકડી, વાંકાનેર (મૂળ રાજસ્થાન).
​હાલમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!