
પાલીતાણામાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
સંત દર્શન યાત્રા માં લાલો પીચર ના કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
સંત વિજયગિરિબાપુના શિષ્ય લાલગિરિબાપુના સંકલ્પ અનુસાર આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાલીતાણા શહેરમાં સંતદર્શન યાત્રા પણ યોજાઈ હતી યાત્રા ભીડભંજન મહાદેવથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ સગાપરાધાર ખાતે કથાસ્થળે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સંત-મહંતોએ હાજરી આપી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને સમગ્ર આયોજનમાં સેવક સમુદાય દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આયોજકો દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટ જીશાન ખુંટ







