GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ જિલ્લાની સંગઠનાત્મક બેઠક કાલોલના ખડકી ખાતે યોજાઈ.

 

તારીખ ૧૫/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા (પંચમહાલ) જિલ્લા દ્વારા આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંગઠનલક્ષી મજબૂતી માટે કાલોલ તાલુકાના ખડકી સ્થિત જલારામ મંદિર ખાતે ‘જિલ્લા વિસ્તૃત બેઠક’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૧૫ માર્ચ, રવિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શરૂ થયેલી આ બેઠકમાં પ્રાંત, વિભાગ અને જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન આગામી સમયમાં આવતા હિન્દુ નવ વર્ષ, રામોત્સવ અને હનુમાન જન્મોત્સવ જેવા ધાર્મિક ઉત્સવોની ઉજવણી માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વરિષ્ઠ હોદ્દેદારો દ્વારા કાર્યકર્તાઓને સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ પ્રખંડોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત પરિષદ શિક્ષા વર્ગ, બજરંગદળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિના વર્ગોની ઉપયોગીતા અંગે પણ ગહન ચિંતન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પ્રાંત ઉપાધ્યક્ષ મનુભાઈ ભગત, પ્રાંત સહમંત્રી ઇમેશભાઈ પરીખ, ડૉ. કૃપાબેન, વિભાગ સહમંત્રી વિશાલભાઈ પંચાલ અને દિનેશભાઇ બ્રહ્મક્ષત્રિય, વિભાગ સંગઠન મંત્રી રામભાઈ ભરવાડ, વિભાગ સંયોજક ધવલભાઈ, કોષાધ્યક્ષ ભાઈલાલભાઈ તથા જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ વાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકર્તાઓએ સહભોજન લઈ સંગઠન અને એકતાની ભાવનાને વધુ દ્રઢ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!