Maliya માળિયા(મી.)સરકારી હોસ્પિટલ પાછળથી દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

Maliya માળિયા(મી.) સરકારી હોસ્પિટલ પાછળથી દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
માળિયા પોલીસ ટીમ દ્વારા હથિયારબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એક સફળ કામગીરી કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન સરકારી હોસ્પિટલ પાછળના વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે દબોચી લેવામાં આવ્યો છે.
માળિયા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સરકારી હોસ્પિટલની પાછળ આવેલા પાણીના ટાંકા પાસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક શખ્સની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.
સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા, દેશી હાથ બનાવટનો તમંચો (નંગ-૧) અંદાજે ₹૨,૦૦૦/પોલીસે આરોપી સલીમભાઈની અટકાયત કરી તેની પાસેથી રૂ. ૨,૦૦૦ની કિંમતનો દેશી તમંચો જપ્ત કર્યો છે. આ મામલે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










