MORBI:મોરબી આનંદનગરમાં મકાન પર પોલીસનો દરોડો, જુગાર રમતી ૪ મહિલાઓ સહિત ૬ ઝડપાયા

MORBI:મોરબી આનંદનગરમાં મકાન પર પોલીસનો દરોડો, જુગાર રમતી ૪ મહિલાઓ સહિત ૬ ઝડપાયા
મોરબી: શહેરના આનંદનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલી જુગારની મહેફિલ પર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. પોલીસે સ્થળ પરથી ૪ મહિલાઓ અને ૨ પુરુષો મળી કુલ ૬ શખ્સોને ₹૨૨,૧૦૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આનંદનગર શેરી નં. ૧ માં એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ. ૫૦) – રહે. આનંદનગર, મોરબી, રાજેશભાઇ સુખરામભાઇ સોનારથી (ઉ.વ. ૩૮) – રહે. હાઉસીંગ બોર્ડ, મોરબી (મૂળ રહે. મધ્યપ્રદેશ),સંગીતાબેન કરશનભાઇ કાથરાણી (ઉ.વ. ૪૫) – રહે. વાધરવા, તા. માળીયા (મી.), રીનાબેન કેયુરભાઇ મકવાણા (ઉ.વ. ૩૩) – રહે. સિવાલીક એપાર્ટમેન્ટ, મોરબી-૨
સમાબેન સફિભાઇ જીદાણી (ઉ.વ. ૩૮) – રહે.કે.જી.એન. પાર્ક, વાવડી રોડ, મોરબી, જોસનાબેન હિમંતભાઇ ચુડાસમા (ઉ.વ. ૪૫) – રહે. આનંદનગર, મોરબી પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹૨૨,૧૦૦ની રોકડ રકમ કબજે કરી છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










