GUJARATKUTCHMUNDRA

કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો : વિદાય એ નૂતન સફળતાની કેડી છે – ડો. હીનાબેન ગંગર

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો : વિદાય એ નૂતન સફળતાની કેડી છે – ડો. હીનાબેન ગંગર

 

ભુજ, તા.16:

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા કુલપતિ ડો. મોહન પટેલ, રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર અને વિભાગીય અધ્યક્ષા ડો. કાશ્મીરાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ આર્ટસ (ગુજરાતી)ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે એક ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભુજની મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. હીનાબેન ગંગરએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વિદાય એ કોઈ અંત નથી પરંતુ કારકિર્દીની નવી અને ઉજ્જવળ સફળતાની કેડી છે. આ પ્રસંગે ડો. રાજેન્દ્રકુમાર બાંભણિયાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદાય લેતા વિદ્યાર્થીઓ વતી દેવલબેન ગઢવીએ સુમધુર ગીત રજૂ કરી વાતાવરણને ગુંજતું કર્યું હતું. જ્યારે ભૂમિકાબેન ગરવા, જીજ્ઞાબેન ગુંસાઈ, સુનિતાબેન ચૌહાણ અને ઉર્વીબેન બારૈયાએ યુનિવર્સિટી કાળ દરમિયાનના પોતાના સ્વાનુભવો વાગોળતા ભાવુક ક્ષણો અનુભવી હતી.

આ કાર્યક્રમમાં વિભાગના પી.એચ.ડી. સ્કોલર્સ અને માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પોતાના સિનિયર્સને ભાવભીની વિદાય આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓની યાદો અને સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું જે શૈક્ષણિક અને સાંસ્કૃતિક માહોલમાં સંપન્ન થયો હતો.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!