BHAVNAGARGUJARATKANKREJ

થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ મા ઓગડ તાલુકા મામલતદાર કિરણપુરી ગૌસ્વામી,થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ડૉ.રાજેશ બ્રહ્મભટ્ટ, નિરંજનભાઈ ઠક્કર,પ્રવીણભાઈ પરમાર,રાઘવેન્દ્ર જોષી, રાયમલભાઈ ચૌધરી,અંકુરભાઈ ઠક્કર,સોમાજી જગાણી,લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, ભુપેન્દ્રસિંહ પરમાર, ભુપતજી ગોહિલ સહિત ની ઉપસ્થિતિમાં નગર પાલિકા વોર્ડ ૧ થી ૩ નો સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય) કાર્યક્રમ ૧૬ મી માર્ચ ૨૦૨૬ ને સોમવારના રોજ યોજાયો હતો.તેમાં સ્થળ ઉપર જ ૫૧ જેટલી સરકારી યોજના ના કામો સ્થળ પર જ કરવામાં આવ્યા હતા.આ સેવાસેતુ સ્થાનિક કક્ષાએ થતા લાભાર્થીઓને ખૂબ જ સરળતા રહેતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.આ અંગે ઓગડ તાલુકાના મામલતદાર કિરણપુરી જણાવ્યું હતું કે થરા નગરજનોના લાભ માટે રેશન કાર્ડ સુધારણા,આધારકાર્ડ સુધારા-વધારા,જમીન મહેસૂલ અને આરોગ્ય સહિત ૫૧ જેટલી સેવાઓ થકી અરજદાર લાભાર્થીઓને એક જ સ્થળ ઉપર સેવા સેતુના માધ્યમથી સેવા પૂરી પાડવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!