
મોરારીપાલિતાણામાં આગામી 18 થી 26 એપ્રિલ શ્રી કૈલાસટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રી કૈલાસટેકરી, સગાપરા ધાર ખાતે યોજાશે. કથાના પ્રારંભ પૂર્વે 14 માર્ચના રોજ ભૂમિપૂજન, હનુમંત યજ્ઞ અને સંતદર્શન યાત્રા યોજાઈ હતી. સંત વિજયગિરીબાપુના શિષ્ય લાલગિરીબાપુના શિવસંકલ્પ અનુસાર આ રામકથાનું આયોજન થયું છે. 14 માર્ચ, શનિવારે સવારે 9 વાગ્યે કથા સ્થળે ભૂમિપૂજન અને શ્રી હનુમંત યજ્ઞ યોજાયા હતા.આ પ્રસંગે શ્રી ભીડભંજન મહાદેવ, પાલિતાણાથી શ્રી જડેશ્વર મહાદેવ, સગાપરા ધાર સુધી સંતદર્શન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ યાત્રા શેત્રુંજય ગેટ, મેઈન બજાર, ભૈરવનાથ ચોક, બાપા સીતારામ ચોક, ડૉ. દવે હોસ્પિટલ, વૃંદાવન સોસાયટી, લક્ષ્મણધામ, વીરપુર રોડ થઈ કથા સ્થળે પહોંચી હતી, જ્યાં યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ યાત્રામાં વંદનીય સંતો-મહંતોએ દર્શનનો લાભ આપ્યો હતો. ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના કલાકારો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સહભાગી થવા ભક્તજનોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અહેવાલ જીશન ખૂંટ પાલિતાણા






