
પાલિતાણા ખોજા મસ્જિદ ખત્રીવાડ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ, અને ૧૬૫ માસુમ દીકરીઓ જે શહીદો ની યાદ માં નિધન ને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
પાલિતાણા માં આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ, અને ૧૬૫ માસુમ દીકરીઓ તથા અન્ય શહીદોની યાદ માં નિધનને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જમાતોના આગેવાનોની હાજરીમા શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ નિધન તથા અનેક નિર્દોષ લોકોના મોતની ઘટનાને લઈને શોકસભાનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શોકસભામાં પીરે તરીકત સૈયદ સજ્જાદબાપુ ચિશ્તી, સૈયદ કૌસરઅલીબાપુ ચિશ્તી,સૈયદ અબ્બાસ બાપુ ખોજા જમાતના જનાબ અમીરહસન ઝૈદી જનાબ મુહમ્મદ કુમેલ ,વોરા સમાજ જનાબ અલીભાઈ છાનીવાળા , સહિત મુસ્લિમ સમાજ ના પેશ ઈમામો સહિત સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખ હાજી હયાતખાન બલોચ સહિત જુદી જુદી જુમાત ના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી હતી
તાજેતરમાં ઈઝરાઈલ દ્વારા થયેલ હુમલામાં આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ નું જે દુઃખદ અવસાન થયેલ અને એની સાથે સાથે 165 નિર્દોષ દીકરીઓની જે સ્કૂલ ઉપર એક હુમલો થયેલ તેને લઈ ને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાલિતાણા ખત્રીવાડ ખોજા મદજીદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
બિયૂરો જીશાન ખુંટ






