MORBITANKARA

ટંકારામાં આયોજિત 7 કિમી મેરેથોનમાં મોરબીના પોલીસકર્મી અરવિંદભાઈ પટેલનો દબદબો: સતત બીજા વર્ષે પ્રથમ

 

ટંકારામાં આયોજિત 7 કિમી મેરેથોનમાં મોરબીના પોલીસકર્મી અરવિંદભાઈ પટેલનો દબદબો: સતત બીજા વર્ષે પ્રથમ

 

​ટંકારા: તાજેતરમાં ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિના ઉપલક્ષમાં ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા અને ફિટનેસના આગ્રહી એવા અરવિંદભાઈ પટેલે ફરી એકવાર મેદાન મારીને ટંકારાનું ગૌરવ વધાર્યું છે.​શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ-આર્ય સમાજ ટંકારા દ્વારા ગત 14 ફેબ્રુઆરી 2026 ના રોજ 7 કિમી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો.
40 વર્ષથી ઉપરનો વયજૂથ (ભાઈઓ).અરવિંદભાઈ દેવશીભાઈ વિરમગામા (પટેલ).નેસડા (સુરજી) ગામ. મોરબી પોલીસમાં કાર્યરત.
​સતત બીજી જીત ​અરવિંદભાઈએ પોતાની સ્ફૂર્તિ અને સાતત્ય જાળવી રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમની આ સિદ્ધિ બદલ પોલીસ વિભાગ તેમજ સોશિયલ મીડિયામાં તેમના પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. રમતગમત પ્રત્યેનો તેમનો આ ઉત્સાહ અન્ય યુવાનો અને સાથી કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

Back to top button
error: Content is protected !!