MORBITANKARA

ટંકારા: ઓટાળા પાસે પુરપાટ ઝડપે દોડતી ઇકો કારે બાઈકને ઠોકર મારી

 

 

ટંકારા: ઓટાળા પાસે પુરપાટ ઝડપે દોડતી ઇકો કારે બાઈકને ઠોકર મારી, બે યુવાનો ઈજા

 

ધ્રોલ તાલુકાના લતીપર ગામના બે યુવાનો ગત રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બન્યા છે. ઓટાળા ગામ નજીક એક બેફામ ઇકો કારના ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ધ્રોલના લતીપર ગામના રહેવાસી જયસુખભાઈ કાબાભાઇ ડાભીએ નોંધાવેલી ફરિયાદ મુજબ

સમય: ૧૫ માર્ચ, રાત્રિના આશરે ૦૮:૩૦ વાગ્યે. ઓટાળા ગામ પાસે, ગોકુલ કારખાનાની સામે. ફરિયાદી અને તેમના સાથી મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી એક ઇકો કારના ચાલકે ગફલતભરી રીતે અને પુરઝડપે ગાડી ચલાવી બાઈકને ઠોકર મારી હતી.

ઈજાગ્રસ્તોની સ્થિતિ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા ભવાનભાઈ (ફર્યાદીના ભાઈ): તેમને પગમાં ફ્રેક્ચર તેમજ માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

બલભદ્રસિંહ કિરીટસિંહ જાડેજા: તેમને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!