
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા મધ્યે તા: ૧૯ માર્ચના નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે
અત્રે આગામી તાઃ ૧૯મી માર્ચના રોટરી હોલ મધ્યે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ સુધી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કે.સી.આર.સી. હોસ્પિટલ તથા રોટરી કલબ ઓફ મુંદરાના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે. નેત્ર નિદાન કેમ્પ દરમ્યાન મોતિયો, વેલ, ઝામર સહિતના આંખના રોગોનું નિઃશુલ્ક નિદાન કરી અપાશે. ચકાસણી દરમ્યાન મોતિયો તથા વેલની તકલીફ ધરાવતા દર્દીઓનું નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. આ તકે દવા તથા ટીપાં કે.સી.આર.સી. તરફથી પુરા પાડવામાં આવે છે. જરૂરીયાતમંદ લોકોને કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે રોટરી કલબ ઓફ મુંદરાના અતુલભાઈ પંડ્યાનો ૯૮૭૯૬૦૦૨૫૫ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



