BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગોપાલનંદ વિદ્યાલયમાં સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગોપાલનંદ વિદ્યાલયમાં સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ – તા-૨૭ જુલાઈ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ . મિતેશ ભંડેરી સાહેબ અને આર.સી.એચ.ઓ.ડૉ . દિનેશ પટેલ સાહેબ તેમજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણ સિંહ સાહેબ તેમજ વિજપાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તૈયફુર સાહેબ ના માર્ગદર્શન હેઠળ શ્રી ગોપાલાનંદ વિધાલયમાં સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ ડેની દિવસની ઊજવણી કરાઈ.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ક્લિનિક માં આપવામાં આવતી સેવાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ન્યૂટ્રેશન અને આઈ.એફ.એ ગોળીના ફાયદા વિશે સમજાવેલ તેમજ આરોગ્ય વિષયક મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વાહક જન્ય રોગો વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. આરબીએસકે ટીમ તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર 2 ના સ્ટાફ મારફતે વિદ્યાર્થીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું તેમજ વજન ઊંચાઈ અને એચ બી ચેક કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્પર્ધામાં એક થી ત્રણ નંબર ને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યકમ માં શાળાના સંચાલક દયા બા જાડેજા તેમજ રશ્મિનભાઈ જેઠવા અને શાળા ના પ્રિન્સિપાલ આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો. રોનકબેન તેમજ આરબીએસકે ફાર્માસિસ્ટ અને આરબીએસકે એ.એન.એમ. આર કે એસ કે પ્રોગ્રામના કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન કુમાર પાતર, આયુષ્યમાન આરોગ્ય મંદિર આધોઈ 2 નાસી.એચ.ઓ. નિખિલ પરમાર, ફિમેલ હેલ્થ વર્કર સુશીલાબેન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વજુભાઈ વાઢેર,તેમજ શાળા સ્ટાફગણ હાજર રહ્યા હતા.આ કાર્યકમ ને સફળ બનાવવા શાળા ના પ્રિન્સિપાલ કિરીટ સાહેબ તેમજ શાળા ના શિક્ષકો એ ખુબજ સારો સહયોગ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!