GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ગધેડી ફળિયા પાસે ખુલ્લી ગટરમાં મોટરસાયકલ ચાલક ખાબક્યો, પાલિકાની બેદરકારી સામે રોષ.!!

 

તારીખ ૧૭/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરના ગધેડી ફળિયા પાસે બસ સ્ટેશન હાઈવે તરફ જતા મુખ્ય માર્ગ પર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં રોડની બાજુમાં આવેલી ખુલ્લી ગટરના મોટા ખાડામાં આજે સાંજના સુમારે એક પીઢ મોટરસાયકલ સવાર ખાબકતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સદનસીબે સ્થાનિકોની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.સ્થાનિકોએ જીવના જોખમે ચાલકને બહાર કાઢ્યોસાંજના સમયે જ્યારે ટ્રાફિકની અવરજવર વધુ હતી, ત્યારે એક મોટરસાયકલ ઉપર સવાર અંદાજે ૫૦ થી ૫૫ વર્ષીય.ચાલક અચાનક આ ખુલ્લા ખાડામાં પડી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી જઈ ભારે જહેમત બાદ મોટરસાયકલ સહિત ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.વારંવાર બનતી ઘટનાઓથી લોકો પરેશાનસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ બસ સ્ટેશન અને હાઈવેને જોડતો હોવાથી સતત વ્યસ્ત રહે છે. આ ખુલ્લી ગટરમાં અગાઉ પણ અનેકવાર રખડતી ગાયો અને અન્ય વાહનચાલકો ખાબક્યા હોવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ જોખમી ખાડાને પુરવા કે તેના પર સુરક્ષા કવચ મૂકવા બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ ઘટનાને પગલે નગરજનોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે આ જોખમી ખાડાને તાત્કાલિક અસરથી પૂરવામાં આવે અને જો ગટર ખુલ્લી રાખવી જરૂરી હોય, તો તેના પર મજબૂત લોખંડની જાળી ફીટ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે હાઈવે તરફના રસ્તાઓનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે અને જો પાલિકા દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!