BHUJGUJARATKUTCH

મુખ્ય શિક્ષક (એચટાટ)ના પડતર પ્રશ્રે ગુજરાતના શિક્ષણ મંત્રીને રજૂઆત.

મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા રાજય સંગઠનની રજુઆતને આવકાર રજૂઆતમાં બદલી, પગાર, પેન્શન, ચાર્જ, વહીવટ સંબંધી મુદ્દાનો ઉલ્લેખ કરાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ માર્ચ : મુખ્ય શિક્ષક (એચ.ટાટ) શૈક્ષિક મહાસંધ, ગુજરાત અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલા અને મહામંત્રી રમેશભાઈ ખેર તરફથી જિલ્લા સમિતિ અને મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત એચટાટ આચાર્યના વિવિધ સેવાકીય તથા વહીવટી પ્રશ્નો બાબતે રાજય કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.રાજય સંગઠનની રજુઆત ને કચ્છ જિલ્લા વતિ મુખ્ય શિક્ષક (એચ.ટાટ) શૈક્ષિક મહાસંધ,કચ્છ અધ્યક્ષ પ્રભુભાઈ ઢીલા, મહામંત્રી રોહિતભાઈ રાજગોર દ્વારા આવકારાઈ હતી.બદલી સબંધિત મુદ્દા: એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ સત્વરે જાહેર કરવામાં આવે અને બદલીનો લાભસત્વરે આપવામાં આવે. પગાર અને પેન્શન સબંધિત મુદ્દાઃ જિલ્લ l/નગર પ્રા. શિક્ષણ સમિતિમાંથી સીધી ભરતીથી નિમણૂક પામેલ એચટાટ શિક્ષકોની સેવા જોડાણના હુકમો વહેલી તકે કરીને ઓપીએસ યોજનાનો લાભ મળે એ સુનિશ્ચિત કરવું. સરકારી પ્રા. શાળા સિવાય અન્ય શાળાઓ કે સંસ્થાઓમાંથી સીધી ભરતીમાં આવેલા એચટાટ મુખ્ય શિક્ષકોની અગાઉ બજાવેલ ફરજ ધ્યાને લઈ સળંગ નોકરીના હુકમો કરી મળવાપાત્ર તમામ લાભ આપવા. સીધી ભરતીથી પ્રા. શિક્ષકમાંથી મુ. શિ.(એચટાટ)માં નિમણૂક પામેલા મુ. શિ.ને પ્રાથમિક શિક્ષક તરીકે બજાવેલ નોકરીના વર્ષ ધ્યાનમાં લઈ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો. રાજ્ય સરકારના અન્ય કેડરના કર્મચારીઓની જેમ શિક્ષકમાંથી મુખ્ય શિક્ષક તરીકે બઢતી (પ્રમોશન) પામેલ મુખ્ય શિક્ષકોને એક કાલ્પનિક ઇજાફો આપવામાં આવે.ચાર્જ સબંધિત મુદ્દાઃ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ચાર્જ આપવાની પ્રક્રિયા બાબતે ગુજરાત શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંક ઇડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૩/૨૦૨૫/૦૬૫૧/ઈ તા.૧૭-૦૧-૨૦૨૬ના પત્ર અંગે પુનઃવિચાર કરી ચાર્જ પરિપત્ર રદ કરવામાં આવે. હાલમાં મુ.શિ.(એચટાટ)ને ઘણા બધા જિલ્લ |ઓમાં બીટ નિરીક્ષક કે ટીપીઇઓ તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવે છે. જેથી સરકારના નિયમાનુસાર તેઓને ચાર્જ એલાઉન્સ આપવામાં આવે. રજા અને સેવા સબંધિત મુદ્દા વર્ષ ૨૦૧૯ સુધી મુ. શિ. (એચટાટ)ને શૈક્ષણિક સંવર્ગ ગણવા બાબતે કોઈ સ્પષ્ટતા નહોતી. જેથી વર્ષ ૨૦૧૯ સુધી ઘણા બધા જિલ્લાઓમાં મુખ્ય શિક્ષકોએ વેકેશનમાં કામગીરી બજાવેલ છે. જેથી વેકેશનમાં કામગીરી સબબ પ્રાપ્ત રજાઓ જમા કરવામાં આવે. વહીવટ સબંધિત મુદ્દા શાળામાં આવતી ગ્રાન્ટ વપરાશ માટે વર્ષોથી ૨૦૦૦ રૂા. કે તેથી વધુ રકમની ખરીદી માટે ત્રણ ભાવ પત્રક મંગાવવાનો નિયમ છે. તેમાં સુધારો કરી ૫૦૦૦ કે તેથી વધુ રકમના ખર્ચ માટે ભાવ પત્રક મંગાવવા માટે નિયમ સુધારવામાં આવે. ધો. ૧થી ૮ની તમામ શાળામાં શાળા સહાયકની નિમણુક કરવા બાબત.શાળા સ્વચ્છતા ગ્રાન્ટ અને ડેટમ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવતી સાહિત્ય સમયસર અને સત્રની શરૂઆતમાં મળી જાય એવું આયોજન કરવા બાબત ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી (રાજય કક્ષા) રીવાબા જાડેજાને રજૂઆત કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!