GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લક્ષ્મીનગરની સીમમાંથી રૂ. 32.50 લાખના ટ્રકની ચોરી, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

 

 

MORBI:મોરબી લક્ષ્મીનગરની સીમમાંથી રૂ. 32.50 લાખના ટ્રકની ચોરી, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

 

​મોરબી: શહેરના હાઈવે અને આસપાસના વિસ્તારોમાં વાહનચોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ વધુ એક કિંમતી ટ્રકની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં શિવધારા કોમ્પલેક્ષ પાછળથી એક વેપારીનો રૂ. 32.50 લાખની કિંમતનો ટ્રક અજાણ્યો શખ્સ ચોરી કરી રફુચક્કર થઈ ગયો છે.



​મૂળ રાજકોટના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલી પાટીદાર ટાઉનશિપમાં રહેતા અલ્કેશભાઈ સવજીભાઈ વારા (ઉ.વ. 38), જેઓ વ્યવસાયે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છે, તેમણે આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેમનો અશોક લેલન ટ્રક (રજીસ્ટર નં. GJ-13-AX-0269) લક્ષ્મીનગરની સીમમાં શિવધારા કોમ્પલેક્ષ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલો હતો.​કોઈ અજાણ્યો ચોર ઈસમ આ અંદાજે રૂ. 32,50,000/- ની કિંમતનો ટ્રક માલિકની પરવાનગી કે સહમતી વગર ચોરી કરી લઈ ગયો છે.અલ્કેશભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!