GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ ૦૨ સરકારી કચેરી, ૦૧ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૭ મો ૪૮ કર્મચારીઓને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ ૦૨ સરકારી કચેરી, ૦૧ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૭ મો ૪૮ કર્મચારીઓને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

 

(૦૨) ફાયર શાખા દ્વારા ફાયર હોઝ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ર સરકારી કચેરી ૪૮ કર્મચારી અને ૦૧ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૭ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૨ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૮ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન માલને બચાવી શકાય.

મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તા.૧૦/૦૩/૨૦૨૬ ના રોજ એલ. ઇ. કોલેજ બોય્ઝ હોસ્ટેલ ગ્રાઉન્ડ, કેસરબાગ સામે, મોરબી ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે ઓછામાં ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવવાની ટેકનિ કલ કુશળતા ચકાસવાનો હતો.

સ્પર્ધાની મુખ્ય વિગતો:આ કોમ્પિટિશનમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં જવાનોએ નીચે મુજબની કામગીરીનું પ્રદર્શન કર્યું હતું.

Quick Response : ફાયર ટેન્ડર (Fire Tender) થી ઘટનાસ્થળ સુધી હોઝ પાઈપ લંબાવવાની ઝડપ.

Hose Rolling & Unrolling: હોઝ પાછપને વ્યવસ્થિત રીતે ખોલવાની અને ફરીથી રોલ કરવાની પદ્ધતિ.

Nozzle Operation: પાણીના પ્રેશરને નિયંત્રિત કરી ચોક્કસ નિશાન પર મારો કરવાની ક્ષમતા.

Team Coordination: ટીમ વર્ક દ્વારા શિસ્તબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવી.

(Technical Preparedness):

આ ડ્રીલ દરમિયાન અત્યાધુનિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટાફ દ્વારા High-Pressure Nozzles અને Couplings ના જોડાણમાં પ્રોફેશનલ ચોકસાઈ બતાવવામાં આવી હતી.

આ કાર્યક્રમના અંતે વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે,

આવી સ્પર્ધાઓથી જવાનોમાં ઉત્સાહ વધે છે અને વાસ્તવિક આગની દુર્ઘટના સમયે તેઓ વધુ સારી રીતે Rescue Operation પાર પાડી શકે છે.

૦૧ રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં ૦૪ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો પહેરીને ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!