SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક સ્પોર્ટ સ્થળોની સંખ્યા વધી તંત્રની ટીમોને કામે લગાડાઈ

જિલ્લામાં હવે 6 ના સ્થાને 9 બ્લેકસ્પોર્ટ થયા RTO પોલીસ અને RMB વિભાગે બ્લેકસ્પોર્ટ વધવા માટેના જવાબદાર પરિબળો સામે તપાસ શરૂ કરી.

તા.18/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જિલ્લામાં હવે 6 ના સ્થાને 9 બ્લેકસ્પોર્ટ થયા RTO પોલીસ અને RMB વિભાગે બ્લેકસ્પોર્ટ વધવા માટેના જવાબદાર પરિબળો સામે તપાસ શરૂ કરી, સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે 2025ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો જે સ્થળે વધુ પડતા સર્જાયા હોય અને લોકોના જીવ ગયા હોય તેવા સ્પોર્ટ જાહેર કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં 2025 ના વર્ષમાં માત્ર જ 6 જેટલા બ્લેકસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે સમયે અકસ્માતો સર્જાવા અને વધવાના કારણો તંત્ર દ્વારા જાણવામાં ન આવ્યા હતા પરંતુ એક જ વર્ષની અંદર વધુ 3 જેટલા બ્લેકસ્પોર્ટ સ્થળોની સંખ્યામાં વધારો થતા હવે તંત્રની ટીમો આ મુદ્દે કામે લાગી છે ત્યારે અકસ્માત કેમ થઈ રહ્યા છે તેની જાણકારી અને અકસ્માત થવાના પરિબળો જાણવા માટે બ્લેક સ્પોટ જાહેર થયેલા સ્થળો ઉપર આરએમબી વિભાગની ટીમ આરટીઓ અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી માસ અંતર્ગત વાહનચાલકોમાં ઓવરનેશ આવે તે પ્રકારના પ્રોજેક્ટ મૂકવામાં આવતા હોય છે અને એક મહિના સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને વાહન ચાલકોમાં વાહન ચલાવવા અંગેની સમજણ આવે તે પ્રકારનો જ્ઞાન પૂરું પાડવામાં આવે છે અને અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માર્ગ સલામતીમાં સપ્તાહની થોડા દિવસ પહેલા જ ઉજવણી કરવામાં આવી છે પરંતુ તે છતાં પણ જે અવરનેશ આવી જોઈએ તે આવી રહી નથી અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બ્લેક સ્પોટ પણ હવે વધ્યા છે જેને લઈને હવે તંત્રની ટીમોએ પણ અકસ્માત ઘટાડવા પાછળ કવાયત શરૂ કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઇવે સાયલા હાઇવે અને ડોડીયા હાઇવે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા નજીક આવેલી ચોકડી સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર રોડ સહિતના મુખ્ય માર્ગોને બ્લેકસ્પોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે જે રોડ રસ્તાઓ ઉપર સૌથી વધુ અકસ્માતો સર્જાતા હોય અને ત્યારબાદ તેમાં અકસ્માતો બાદ મોતની સંખ્યા પણ વધતી હોય તેવા રોડ રસ્તાઓને દર વર્ષે બ્લેકસ્પોટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે.

Back to top button
error: Content is protected !!