દાહોદ તાલુકમાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસની નાકાબંધી દરમ્યાન પોલીસે એક આઈસર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી કતવારા પોલીસ

તા.૧૮.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકમાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસની નાકાબંધી દરમ્યાન પોલીસે એક આઈસર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂપીયા ૨૨,૪૨,૫૬૦ના પ્રોહી જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૩૨,૪૭,૫૬૦ના મુદ્દામાલ સાથે આઈસર ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે
દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૧૭મી માર્ચના રોજ દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થઈ રહી ત્યારે પોલીસે આઈસર ગાડીને ઉભી રખાવી આઈસર ગાડીના ચાલક સુફીયાન ચાંદ મોહમંદ શેખ (રહે.જુમ્મા મસ્જીદ પાસે, મોટાઘાંચીવાડા, દાહોદ, તા.જિ.દાહોદ) નાની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે આઈસર ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૪૬૩ જેમાં બોટલો નંગ.૧૫,૯૮૪ કિંમત રૂપીયા ૨૨,૪૨,૫૬૦ના પ્રોહી જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૩૨,૪૭,૫૬૦નો મુદ્દામાલ કબજે કરી આઈસર ગાડીના ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની દારૂની હેરાફેરીમાં સુફીયાનભાઈ ઉર્ફે રઘુયુનુસભાઈ ઉર્ફે યુસુફભાઈ મેવાતી, રાકેશભાઈ રમણભાઈ માવી તેમજ અન્ય ત્રણ ઈસમોએ મદદગારી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





