BHARUCHBHARUCH CITY / TALUKO
નબીપુરના એઝાઝે પવિત્ર રમઝાન માસના પુરા રોઝા રાખ્યા, લોકો માટે પ્રેરણા રૂપ બન્યો.

સમીર પટેલ, ભરૂચ
હાલમાં મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જે ઉનાળાની કાળગાળ ગરમી વચ્ચે પસાર થઈ રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં લોકો પોતાની ભુખા તરસા રહેવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે નબીપુર ગામના ૧૦ વર્ષના માસૂમ બાળક એઝાઝ ઇસ્માઇલ ફાઝલે પુરા રમઝાન માસના રોઝા રાખ્યા અને સાથોસાથ રોજની પાંચ વખતની નમાઝ અને રમઝાન ની રાતની વિશેષ નમાઝ જે તરાવીહ કહેવાય છે તે પુરા માસની અદા કરી. આ બાળકે રોઝા રાખી પોતાનું શૈક્ષણિક કાર્ય સ્કુલ, મદરસા અને ટ્યુશન પણ સમય સાથે કર્યું. આ કાળઝાળ ગરમીમાં સામાન્ય રીતે લોકો ભૂખ અને તરસથી ત્રાહિમામ થઈ જાય છે ત્યારે આ બાળકની હિંમત અને સહનશક્તિ ને દાદ આપવી પડે. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય એ ઉક્તિ એઝાઝે સાબિત કરી આપી. આ આવનાર પેઢી માટે એક બોધ સમાન છે.



