MORBI:મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર મામલતદારને રજુઆત




MORBI:મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર મામલતદારને રજુઆત

મોરબી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતની જનગણના-૨૦૨૭ અન્વયે આગામી 19,એપ્રિલથી વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જ્યારે ગણતરીદારના હુકમ કાઢવામાં આવે ત્યારે નીચે મુજબની માંગણીઓને ધ્યાનમાં રાખી હુકમો કાઢવા મ્યુનિસિપલ કમિશ્નર મહાનગરપાલિકા મોરબી મામલતદાર મોરબી, હળવદને રજુઆત કરવામાં આવેલ છે,

(1) મતદારયાદી સઘન સુધારણા SIRની કામગીરી કરેલ બીએલઓ અને સહાયક વસ્તી ગણતરીના ગણતરીદાર તરીકે ન લેવામાં આવે.
(2) ગણતરીદાર તરીકે મોટી ઉંમરના શારિરીક તેમજ તબીબી તકલીફ વાળા શિક્ષક ભાઈઓ બહેનોને ન લેવામાં આવે.
(3) ગણતરીદાર તરીકે તમામ ખાતામાંથી સપ્રમાણમાં કર્મચારીઓ લેવામાં આવે.
(4) ગણતરીદાર તરીકે જે તે શિક્ષકોને પોતાના ફરજના સ્થળનો અને હાલના રહેઠાણના સ્થળનો વિસ્તાર આપવામાં આવે.
(5) ગણતરીદાર તરીકે જો બહેનોને લેવાના થાય તો સંવેદનશીલ વિસ્તાર ફાળવવામાં ન આવે.
(6) કોઈ શિક્ષક ભાઈઓ બહેનોની અગાઉથી બહાર જવા માટેની ટીકીટ બુક થઈ ગઈ હોય કે અન્ય કોઈ વ્યાજબી કારણોસર અગાઉથી આપને જાણ કરેલ હોય કે કોઈ આકસ્મિક સંજોગો ઉભા થાય તો હુકમ ફેરફાર કરી આપવામાં આવે.
ઉપરોક્ત તમામ બાબતે રજુઆત ગ્રાહ્ય રાખી વસ્તી ગણતરીના હુકમો કાઢવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તમામ ચાર્જ અધિકારીઓને રજુઆત કરેલ છે



