GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શેરી ધોવા જેવી નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા: મહિલાને ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ

 

MORBI:મોરબીમાં શેરી ધોવા જેવી નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા: મહિલાને ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ

 

​મોરબી: શહેરના સામા કાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં એક મહિલા પર પાડોશી પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.



​વિદ્યુતનગર, વિક્રમવાડી હનુમાનજી મંદિર પાસે રહેતા શારદાબેન ટીકુભાઈ થરેશા (ઉ.વ. ૫૦) પોતાના ઘર પાસે શેરીમાં પાણીથી સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પાણી પાડોશીના ઘર પાસે જતાં પાડોશી પુરીબેને બહાર આવીને પાણી ઢોળવા બાબતે વિરોધ કર્યો હતો.​શારદાબેને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, “શેરી કોઈના બાપની હોતી નથી.” આ સાંભળતા જ મામલો બિચક્યો હતો અને પાડોશી પરિવારે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો.: મુળુભાઈ, તેમના પત્ની પુરીબેન અને પુત્ર અશોકભાઈની પત્ની. બોલાચાલી બાદ પુરીબેને ગાળો આપી શારદાબેનનો હાથ પકડી લીધો હતો, જ્યારે મુળુભાઈએ પણ માર મારવાનું શરૂ કર્યું હતું.
​ઈજાઓ: જીવ બચાવવા શારદાબેન અન્ય પાડોશીના ઘરમાં ભરાઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ પુરીબેન અને તેમની પુત્રવધૂએ આવીને તેમને નીચે પાડી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં શારદાબેનને બંને હાથ, છાતી અને વાસાના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી છે.આ અંગે શારદાબેને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!