MORBI:મોરબી સિરામિક એકમોના શટડાઉન વચ્ચે પોલીસ પ્રશાસન અને ઉદ્યોગકારોની મહત્વની બેઠક યોજાઈ

MORBI:મોરબી સિરામિક એકમોના શટડાઉન વચ્ચે પોલીસ પ્રશાસન અને ઉદ્યોગકારોની મહત્વની બેઠક યોજાઈ
મોરબી: વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધની અસરોને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગો જ્યારે શટડાઉન તરફ જઈ રહ્યા છે, ત્યારે સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એસોસિએશન હોલ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશ પટેલ, DYSP સારડા સાહેબ તથા DYSP આલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન એસ.પી. મુકેશ પટેલે ઉદ્યોગકારોને જાન-માલની સુરક્ષા માટે નીચે મુજબના સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું:શટડાઉન દરમિયાન એકમો બંધ હોય ત્યારે દરરોજ ઓછામાં ઓછા એક ભાગીદારે યુનિટની રૂબરૂ મુલાકાત લેવી.રોડ સાઈડના તેમજ ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા જેથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય.કંપનીના કંપાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવી જેથી ચોરી કે લૂંટફાટ જેવી ઘટનાઓ અટકાવી શકાય.વાહનોના ભારણને ઘટાડવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઉદ્યોગકારોને શક્ય હોય ત્યાં સુધી ‘કાર શેરિંગ’ અપનાવવા અપીલ કરવામાં આવી હતી. મજૂરો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાય તો તેનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો. કોઈ પણ ચોરી કે અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, પરંતુ કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં ન લેવા કડક સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલ સુરક્ષાના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપી હતી.











