
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ ખેડા આયોજીત રાજ્યકક્ષાનો ૧૧ મો એજ્યુકેશનલ અને ઇનોવેશન ફેર નડિયાદ મુકામે યોજાઈ ગયો. આ ઇનોવેશન ફેરમાં જુદા જુદા વિભાગોમાં ૪૦ જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. જે તમામ કૃતિઓ ઝોન કક્ષાએ પ્રથમ અને દ્વિતીય આવેલી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોન માંથી પ્રિપેરેટરી વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ક્લસ્ટર ના સી આર સી બહાદુર સિંહ વાળાએ પોતાની કૃતિ રજૂ કરી હતી. તેમના દ્વારા પોતાનો સ્વરચિત બાળ કાવ્યસંગ્રહ કલબલ કલબલિયાના ગીતોને આર્ટિફિસીયલ ઈન્ટલિજન્સના માધ્યમથી અનેમિશન કરીને રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારનું ભાષા શિક્ષણ, મૂલ્ય શિક્ષણ સહિતની બાબત માટે રચવામાં આવેલા આ બાળગીતો દ્વારા તેઓ ગુજરાતના લગભગ ૬૦૦૦૦ જેટલા બાળકો સુધી પોતાના વિચારો પહોંચાડી શક્યા છે. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ મહાનુભવોએ મુલાકાત પણ લીધેલી જેમાં જીસીઈઆરટીના સચીવ શ્રી ડુમરાળિયા સાહેબ દ્વારા શ્રી બહાદુરસિંહ વાળાના સ્ટોલની મુલાકાત લઇ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






