MORBI:મોરબીમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: ચોરાઉ એક્ટિવા સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

MORBI:મોરબીમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: ચોરાઉ એક્ટિવા સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
મોરબી શહેરમાંથી એકટીવા ચોરી કરનાર ઈસમને ચોરાઉ એકટીવા સાથે પોલીસે ઝડપી લીધો હતો ઝડપાયેલ ઇસમ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે અગાઉ પણ તે પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક શંકાસ્પદ ઇસમ મોટરસાયકલ સાથે આંટા ફેરા કરતો મળી આવ્યો હતો જે ઇસમ પાસે બાઈકના કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ઈ ગુજ્કોપમાં સર્ચ કરતા એકટીવા મોટરસાયકલ એ ડીવીઝન પોલીસ મથકમાંથી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું પોલીસે આરોપી દિલીપ ઉર્ફે ઇમરાન બાવો રાજેશભાઈ જાની (ઉ.વ.૨૬) રહે વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને એકટીવા કીમત રૂ ૩૫,૦૦૦ જપ્ત કર્યું છે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન અને જીપી એક્ટ કલમ ૧૨૨ (સી) મુજબ ત્રણ ફરિયાદ નોંધાઈ ચુકી છે










