GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો રોડ રીપેરિંગ અને દબાણ દૂર કરવાની કમીશ્નરને રજુઆત

 

 

MORBI:મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો રોડ રીપેરિંગ અને દબાણ દૂર કરવાની કમીશ્નરને રજુઆત

 

મોરબી શહેરમાં આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો માર્ગ છેલ્લા લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસી યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે આલાપ પાર્ક થી એસ.પી રોડ સુધીનો રોડ અગાઉની રજુઆત થી આઈકોનીક રોડ બનાવવાની મંજુરી મોરબી મહાનગરપાલીકા દવારા આપવામાં આવી છે. જેથી અંદાજે ૫ (પાંચ) કરોડથી વધુના ખર્ચથી આ રોડની ટેન્ડર પ્રકીયા પણ થઈ ગયેલ હોય પરંતુ આ બનનારા આઈકોનીક રોડ પર અનેક કાચા પાકા ગેરકાયદેસર બાંધકામો થઈ ગયેલ હોય જેથી આ દબાણો દુર કરવામાં આવે અને આ રોડની હાલત અત્યંત ખરાબ હાલતમાં હોય તેથી ખાસ રજુઆત કરવામાં આવી છે કે આ રોડનું કામ વહેલી તકે કરવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે કેમ કે લીલાપર કેનાલ રોડ પર સવારના અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ આલાપ પાર્ક થી એસ.પી રોડના નાકા સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીમાં જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક, સહીતની સોસાયટીઓ ના રહીશો કરતા હોય છે જેથી જો આ રોડ પર તાત્કાલીકના ધોરણે ડીમોલેશન અને રીપેરીંગ થાય તેવી માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!