GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પંથકમાં ભયાનક પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી: અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી.

 

 

MORBI:મોરબી પંથકમાં ભયાનક પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી: અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી.

 

મોરબી: જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અતિભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ સમગ્ર મોરબી પંથકને બાનમાં લીધું હતું. તેજ ગતિએ ફૂંકાયેલા પવને અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સર્જ્યા હતા, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.



​લખધીરપુર રોડ અને જાંબુડીયા ગામ પાસે આવેલા સિરામિક ઝોનમાં પવનની તીવ્રતા એટલી ભયાનક હતી કે અનેક કારખાનાઓના લોખંડના પતરા કાગળની જેમ હવામાં ફંગોળાયા હતા. ફેક્ટરીઓના શેડ ઉડી જવાથી માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ શ્રમિકને ઈજા ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
​રસ્તાઓ પર સર્જાયા ભયાનક દ્રશ્યો હાઈવેની સ્થિતિ: મોરબી-રાજકોટ હાઈવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા અને ઓછી દ્રશ્યતા (visibility) ને કારણે વાહનચાલકો અટવાયા હતા. લાલપર પાસે ઓમકાર પેટ્રોલ પંપ નજીક એક ટાવરની લોખંડની સીડી પવનના જોરે તૂટીને હવામાં લટકતી જોવા મળી હતી, જે મોટા જોખમ સમાન છે. રેલવે સ્ટેશન રોડ, શનાળા રોડ અને મચ્છુ-2 ડેમ રોડ પર તોતિંગ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયા હતા. સામાકાંઠા વિસ્તારમાં ચાલુ કાર પર વૃક્ષ પડતા ચાલક અંદર ફસાયો હતો, જેને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર કાઢ્યો હતો. અન્ય એક ઘટનામાં પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.​મુશ્કેલીના આ સમયે સામાકાંઠાના સ્થાનિક યુવાનોએ જાતે જ રસ્તા પરથી ડાળીઓ હટાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બીજી તરફ, શનાળા રોડ પર જેસીબીની મદદથી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અચાનક આવેલા આ વાવાઝોડાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો.​સદનસીબે, આટલી મોટી કુદરતી આફત વચ્ચે જિલ્લામાં ક્યાંય પણ જાનહાનિના સમાચાર નથી. હાલમાં તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતીપૂર્વક અવરજવર કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!