ARAVALLIGUJARATMALPURMODASA

માલપુરના અંબાવા ડુંગરમાં આગ, પવનના કારણે વિકરાળ સ્વરૂપ – તંત્રની મોડતી કામગીરી સામે રોષ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ચિંતા વ્યક્ત કરી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુરના અંબાવા ડુંગરમાં આગ, પવનના કારણે વિકરાળ સ્વરૂપ – તંત્રની મોડતી કામગીરી સામે રોષ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ચિંતા વ્યક્ત કરી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા લોઢીયાના પહાડીયા (અંબાવા) ડુંગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. ભારે પવનના કારણે આગ ઝડપથી ડુંગરના વિસ્તારોમાં પ્રસરી રહી હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી અથવા ટીમ નહીં પહોંચતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક ધારા સભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડુંગર અને જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જે પર્યાવરણ માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી હોવાથી સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો વધુ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે આગ પર તાત્કાલિક કાબૂ મેળવવા ફાયર ટીમ અને વન વિભાગને ઝડપી કામગીરી કરવા માંગ કરવામાં આવી છે. હાલ આગના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી, પરંતુ જંગલ સંપત્તિને નુકસાન થવાની શક્યતા છે.તંત્ર દ્વારા આગ કાબૂમાં લેવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે લોકો નજર રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!