
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું
હવામાન ખાતાની કમોસમી વરસાદ ની આગાહી પાલીતાણા સાચી પડી છે આજ રોજ સાંજના છ વાગ્યા ના સમયે વાદળો ના ગડગડાટ અને વિજળી ના ચમકારા સાથે ભારે પવન ફુકાયો હતો પવન સાથે ભારે વરસાદ ના કારણે પાલીતાણા તળેટી રોડ પર ઝાડ ધરાશય થતા એક આધેડ ને વાગતા તેનું મોત થયું છે
મળતી વિગતો મુજબ તળેટી રોડ ઉપર આવેલી મન શાન્તિ ધર્મશાળામાં કામ કરતા ઓરીસા રાજ્ય ના અડપડા ગામના જોગી પ્રધાન ઉંમર વર્ષ ૫૬ નું મોત થયું છે જેની જાણ મન શાન્તિ ધર્મશાળાના મેનેજર એ પોલીસ ને કરતા લાશ ને પી એમ અર્થે સરકારી માનસિંહજી દવાખાને મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટ જીશાન ખુંટ





